લગ્ન-નોંધણી
લગ્ન-નોંધણી કાયદાકીય રીતે જેટલી જરૂરી છે તેટલી જ સરળ પણ છે.
લગ્ન બાદ કન્યાના નવા નામે બેન્ક એકાઉન્ટ ખોલાવવામાં, જૂના એકાઉન્ટમાં નામમાં ફેરફાર કરાવવામાં, રેશન કાર્ડમાંથી નામ રદ કરીને પતિના રેશનકાર્ડમાં નામ ઉમેરવામાં, વિ. ઘણી જગ્યાઓએ તેમજ નોમિનેશન, પાસપોર્ટ, વિ. માટે લગ્ન-નોંધણી પ્રમાણપત્ર એ ખૂબ જ આવશ્યક અને અનિવાર્ય દસ્તાવેજ છે.
તે કઢાવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે. બહુ ખર્ચાળ પણ નથી. ફક્ત જરૂરી દસ્તાવેજો ચોક્કસાઈપૂર્વક એકત્રિત કરવાના છે અને થોડો સમય સ્પેર કરવાનો છે.
નોંધણી ક્યાં કરાવવી ???
1. ગ્રામ્ય વિસ્તાર તલાટી-કમ-મંત્રી
2. નગર વિસ્તાર મ્યુ. ચીફ ઓફીસર અથવા આરોગ્ય અધિકારી
3. કોર્પોરેશન વિસ્તાર આરોગ્ય અધિકારી
4. અન્ય વિસ્તારમાં ફોરેસ્ટર, ચીફ એક્ઝિક્યૂટિવ ઓફીસર વિ.ને પણ લગ્ન-નોંધણી પ્રમાણપત્ર આફવાની સત્તા અપાયેલી છે.
જરૂરી દસ્તાવેજો ???
1. લગ્ન નોંધણીનં ફોર્મ
(વિનામૂલ્યે મળી રહે અથવા ઓનલાઈન પણ કાઢી શકાય)
2. પતિ, પત્ની બન્નેના
(અ) જન્મતારીખના પ્રમાણપત્ર (લીવીંગ સર્ટી., પાસપોર્ટ, વિ.)
(બ) એડ્રેસ પ્રૂફ
(ક) ફોટો આઈ.ડી.
(ડ) ફોટોગ્રાફ 2-2
3. બન્ને પિતાશ્રીના, ગોર મહારાજના તથા 2-2 સાક્ષીઓના
(અ) એડ્રેસ પ્રૂફ
(બ) ફોટો પ્રૂફ
(પિતાશ્રી કે ગોરમહારાજની હયાતી ન હોય તો તેમના અવસાનનો દાખલો)
4. અસલ કંકોત્રી
5. લગ્નના ફોટોગ્રાફ
6. અગાઉ છૂટાછેડા કે વિધવા/વિધૂર હોય તો તેના પુરાવા.
ફી શું હોય ???
1. રૂ।. 5/- લગ્નના 30 દિવસ સુધી
2. રૂ।. 15/- લગ્નના 30 દિવસથી 90 દિવસ સુધી
3. રૂ।. 25/- ત્યારબાદ.
(સરકારી ધારાધોરણોનુસાર ઉપરોક્ત તમામ વિગતોમાં સમયાંતરે ફેરફાર આવી શકે છે.)