બાળક હોય, તેને મમ્મી-પપ્પા હોય કે પછી ઘરનાં વડીલ હોય, પણ જન્મદિવસની પાર્ટી એક અનોખો અને ભરપૂર આનંદનો પ્રસંગ છે. મિત્રો, સ્થળ નક્કી કરીને સગાં-વહાલાંને આમંત્રણ આપવાથી માંડી પ્રસંગોચિત ડેકોરેશન, સંગીત, ફૂડ, રિટર્ન ગિફ્ટ વિગેરે જેવાં અનેક કાર્યોને ધ્યાનમાં રાખવાના હોય છે અને તે માટે નાનામાં નાની વાતોની કાળજી લેવાની હોય છે. અહિયાં આ બધી બાબતોની તલસ્પર્શી માહિતી અને જરૂરી માર્ગદર્શન તૈયાર કરીને રજૂ કરેલું છે.