સામાન્ય રીતે પ્રસંગોને લગતા બધા કાર્યોમાં ભૂદેવનો સંપર્ક અને ત્યારબાદ લગ્નસ્થળ, મંડપ સર્વિસ, ફોટોગ્રાફર, કેટરિંગ, સાઉન્ડ, લાઇટ, વિગેરે બધાનું બુકિંગ કરવાનું....
લગ્ન અગાઉની તૈયારી માટે ઉતારાની વ્યવસ્થા, વધારનું કરિયાણું, કંકોત્રી, આણું, કપડાં, પર્ફોર્મન્સ માટેની તૈયારી, ભોજનનાં અલગ અલગ મેનૂ નક્કી કરવા, મહેમાનોની યાદી તૈયાર કરવી, રિટર્ન ગિફ્ટ, ભાતું વિગેરેની વ્યવસ્થા કરવી....
........... અને ત્યારબાદ લગ્ન લખવા અને કંકોત્રી લખવાની વિધિ, કંકોત્રી વિતરણ વ્યવસ્થા, સાંજીના ગીતો, મહેંદીનો પ્રસંગ, વચમાં વચમાં આણાનું પેકિંગ, ભાતું અને રિટર્ન ગિફ્ટનું પેકિંગ, બ્યુટીપાર્લર, મામેરું, રાસ ગરબા, ગણેશ સ્થાપન, મંડપ મુહૂર્ત, જાન આગમન, લગ્ન વિધિ, શીખ અંદ વિદાય... આમ અનેક પ્રકારના કામ અને તેને લગતા વેપારીઓનાં સંપર્ક કરીને વસ્તુઓ લાવવી.............
અહિયાં આવાં અનેક પ્રસંગોને અનુરૂપ તલસ્પર્શી બાબતોને ધ્યાનમાં લઈને જરૂરી કર્યા યાદી અને માર્ગદર્શન અહી આપ્યા છે, તેની મદદથી તમે તમારો પ્રસંગ કેવી રીતે થશે તેની તૈયારી કરી શકો છો.