દીકરાના લગ્નનો પ્રસંગ એટલે તૈયારી ઓછીને જલ્સા વધારે જેવો ઘાટ થાય !
પણ રિંગ સેરીમની માટે વીંટી પસંદ કરવી, વેવિશાળનાં પ્રસંગની તૈયારી કરવી, જાન લઈને જવા માટે બસ બૂકિંગ, પરિવારનાં નાના-મોટાં બધાં સભ્યો માટે વિવિધ પોષક તૈયાર કરવાં, મહેમાનો માટે રહેવાની તથા જમવાની તથા પ્રસંગોચિત મનોરંજનની વ્યવસ્થા, પરણીને ઘરે આવીને એકી-બેકી રમવાનું, આયોજનમાં હોય તો સત્કાર સમારંભની તમામ તૈયારીઓ કરવાની. આ સત્કાર સમારંભ માટે હૉલ, ઓરકેસ્ટ્રા, ફૂડ, માટે અને ઉપસ્થિત મહેમાનોને જરૂરી ભોજન પ્રબંધ અને તેમની વિદાય સુધીની તમામ કામગીરી.