લગ્ન ગીતો ની યાદી

લગ્નગીતોની યાદી (પ્રસંગ સહિત)

૧ ગણેશ સ્થાપના...

ગણેશદુંદાળા

  • પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
    ગણેશ દુંદાળા ને મોટી ફાંદાળા
    ગણેશજી વરદાન દેજો રે હો… મારા ગણેશ દુંદાળા
  • ગણેશ દુંદાળા ને ફાંદે રૂપાળા
    તેત્રીસ કરોડ દેવતા સીમડીએ આવ્યા
    હરખ્યાં છે ગૌરીના મન રે હો મારા ગણેશ દુંદાળા
    હરખ્યાં છે માવડીના મન રે હો મારા ગણેશ દુંદાળા
  • ઊઠો ગણેશ ને ઊઠો પરમેશ
    તમે આવ્યે મારે રંગ રહેશે રે મારા ગણેશ દુંદાળા
    વિવાહ ઘરણી ને જગન જનોઇ
    પરથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા
  • https://www.youtube.com/watch?v=q-5rkDSgKtE&list=RDq-5rkDSgKtE&start_radio=1

૨. કંકોતરી...

કંકુ છાંટી કંકોતરી મોકલો

  • કંકુ છાટી કંકોતરી મોકલી
    એમાં લખિયું લાડકડીનું નામ રે
    માણેકથંભ રોપિયો
  • કેસર છાટી કંકોતરી મોકલી
    એમાં લખિયું લાડકડાનું નામ રે
    માણેકથંભ રોપિયો
  • પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી
    કાકા હોંશે ભત્રિજી પરણાવો રે
    માણેકથંભ રોપિયો
  • બીજી કંકોતરી મામા ઘેર મોકલી
    મામા હોંશે મોસાળુ લઈ આવો રે
    માણેકથંભ રોપિયો
  • કંકુ છાટી કંકોતરી મોકલી
    કેસર છાટી કંકોતરી મોકલી
    કંકુ છાટી કંકોતરી મોકલી
    માણેકથંભ રોપણ...
  • https://www.youtube.com/watch?v=PoDv6Wpn4G8&list=RDPoDv6Wpn4G8&start_radio=1

 

૩. મંડપમુહૂર્ત...

લાલ વાંસના માંડવડા રોપાવો

  • હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
    કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
    હે ...આજ શુભ દિન આયો મારે આંગણીયે
    આજ શુભ દિન આયો મારે આંગણીયે
    હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
    કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
  • કંકુ છાંટીને આજ લખી રે કંકોતરી
    અક્ષત ફૂલડેથી ફૈબાએ વધાવી
    હે ...મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
    મેં તો લગન લીધા છે મારા ભત્રીજાના
    હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
    કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
  • વહેલેરા આવજો મોંઘેરા મહેમાનો
    લગનમાં મળવાનો અવસર છે સૌનો
    હે ...રૂડી જાનુ જોડાશે વરરાજાની
    રૂડી જાનુ જોડાશે વરરાજાની
  • હે કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
    કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો
    કોઈ લાલ લાલ વાંસના માંડવડા બંધાવો
    કોઈ લીલી પીળી ભાતના ચંદરવા ચિતરાવો 
  • https://www.youtube.com/watch?v=5IRZrsqJXi4&list=RD5IRZrsqJXi4&start_radio=1

૪. મંડપ સ્થાપના...

"હારે એવા મંડપ રોપાવ્યા મારે આંગણે,

હે એવા માંડવ રોપાવ્યા મારે આંગણે (૨)

હે વાગે રૂડા (૨) શરણાયું ને ઢોલ રે માંડવાદે મારે

મોતી રે વેરાણા માણેક ચોક માં

હે મોતી રે વેરાણા માણેક ચોક માં

એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 

હે દાદા ને દેશ રૂડો આંબલો (૨)

હે ડાળે ડાળે (૨) ટહુકે જીણા મોર રે માંડવડે મારે

મોતી રે વેરાણા માણેક ચોક માં

હે મોતી રે વેરાણા માણેક ચોક માં

એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 

હે એવા બાંધ્યા રે ચંદરવા ને સાંકળા (૨)

હે આભલા માં કાઇ (૨) ચળકે સુરજ ભાણ રે માંડવડે મારે

 

મોતી રે વેરાણા માણેક ચોક માં

હે મોતી રે વેરાણા માણેક ચોક માં

એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 

હે એક પરદેશી પંખી બેઠું માંડવે (૨)

હે કાલ તો એના (૨) પરદેશે પરયાણ રે માંડવડે મારે

મોતી રે વેરાણા માણેક ચોક માં

હે મોતી રે વેરાણા માણેક ચોક માં

એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 

 હે એવા માંડવ રોપાવ્યા મારે આંગણે

એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 

 હે એવા માંડવ રોપાવ્યા મારે આંગણે

એવા મોતી રે વેરાણા માણેક ચોક માં

 

હે વગડાવો વગડાવો રૂડા શરણાયું ને વાજા

અરે ચુંદડીયાળી લાડકડી ને કેસરીયાં વરરાજા

અરે ચડી હરખ ની હેલી આંનંદ મંગલ તો વરતાણા

અરે આજ અમારે આંગણિયે કઈ આવ્યા રૂડા ટાણા

અરે આવ્યા રૂડા ટાણા, એવા આવ્યા રૂડા ટાણા

એ મોતીડા ના ચોક પુરાવ્યા કંકુ કેસર ઊડે

અરે આસોપાલવ ના તોરણ બાંધ્યા ધોળ ગલાલી ઊડે

અરે સાજન માજન જોઈ અમારા હૈયા તો હરખાણા

અરે આજ અમારે આંગણિયે કઈ આવ્યા રૂડા ટાણા

 અરે આવ્યા રૂડા ટાણા, એવા આવ્યા રૂડા ટાણા

https://www.youtube.com/watch?v=Rx11zUICduU&list=RDRx11zUICduU&start_radio=1

 

 

૫. મોસાળું

આવી રૂડી મોસાળાની છાબ

  • આવી રૂડી મોસાળાની છાબ
    આવી રૂડી મોસાળાની છાબ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
    આવી રૂડી મોસાળાની છાબ
    આવી રૂડી મોસાળાની છાબ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
  • મામા લાવ્યા હિરાના સેટ
    મામા લાવ્યા હિરાના સેટ
    મામીએ આપ્યા રૂડા હૈયાના રે હેત
    મામીએ આપ્યા રૂડા હૈયાના રે હેત
    આવી રૂડી મોસાળાની છાબ
    આવી રૂડી મોસાળાની છાબ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
  • માસી લાવ્યા સોનાના હાર
    માસી લાવ્યા સોનાના હાર
    એમણે ઘડ્યા મોંઘા મુલના રે લોલ
    એમણે ઘડ્યા મોંઘા મુલના રે લોલ
    આવી રૂડી મોસાળાની છાબ
    આવી રૂડી મોસાળાની છાબ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
  • પહેરો પહેરો હોંશે બેની આજ
    પહેરો પહેરો હોંશે બેની આજ
    અમર રહે ચુડી ચાંદલો રે લોલ
    અમર રહે ચુડી ચાંદલો રે લોલ
    આવી રૂડી મોસાળાની છાબ
    આવી રૂડી મોસાળાની છાબ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
    મામેરા લાવ્યા ઘણા હોશથી રે લોલ
  • https://www.youtube.com/watch?v=57dVWIdw0bI&list=RD57dVWIdw0bI&start_radio=1

૬. પીઠી...

પીઠી પીળી ચોળો રે પિતરાણી

  • પીઠી ચોળો  પીઠી રે પિતરાણી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી
    હાથ પગ જોશે રે વરની માંડી
    હાથ પગ જોશે રે વરની માંડી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી

    પીઠી ચોળો  પીઠી રે વરના કાકી
    પીઠી ચોળો  પીઠી રે વરના કાકી
    મુખડા સંભાળશે રે વરની બેની
    મુખડા સંભાળશે રે વરની બેની
    કાજળ માંજશે રે વરના મામી
    કાજળ માંજશે રે વરના મામી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી

    સોનાના તાજવે પીઠી તોલાણી
    સોનાના તાજવે પીઠી તોલાણી
    રૂપાના વાટકે હલ્દી ધોળાણી
    રૂપાના વાટકે હલ્દી ધોળાણી
    પાક તેલ ચડશે રે મારા વીરને
    પાક તેલ ચડશે રે મારા વીરને
    કાચા તેલ ચડશે રે પાલી છોડીને
    કાચા તેલ ચડશે રે પાલી છોડીને

    પાટેથી ઉઠાડશે રે વરના મામા
    પાટેથી ઉઠાડશે રે વરના મામા
    પાટેથી ઉઠાડશે રે વરના કાકા
    પાટેથી ઉઠાડશે રે વરના કાકા
    ધોતલડી પહેરાવશે રે વીરના ગોઠિડા
    ધોતલડી પહેરાવશે રે વીરના ગોઠિડા
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી
    પીઠી ચોળો  પીઠી રે પિતરાણી

  • https://www.youtube.com/watch?v=ARm5XST6t3Q&list=RDARm5XST6t3Q&start_radio=1

૭. ખુશીનો માહોલ...

આંગણિયા સજાવો આજે

  • હે આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
    હે જી ...ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
    હે જી ...ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
    આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો

    ઘીન ઘીન વાગે ઢોલકાને શરણાઈ મીઠી વાગે
    ચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગે
    ઘીન ઘીન વાગે ઢોલકાને શરણાઈ મીઠી વાગે
    ચોકે બાંધ્યા ચંદરવાને રૂમઝૂમ ઝાંઝર વાગે
    હે જી ...છાંટણીયા છંટાવો આજ તોરણ બંધાવો
    હે જી ...છાંટણીયા છંટાવો આજ તોરણ બંધાવો
    આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
  • મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાય
    એક મેકના મન મળે ને હૈયે સૌવ હરખાય
    મહેકી ઉઠ્યો માંડવડો ને મંગળ ગીત ગવાય
    એક મેકના મન મળે ને હૈયે સૌવ હરખાય
    હે જી ...ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવો
    હે જી ...ફૂલડેથી વધાવો આજ તોરણ બંધાવો
    આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
  • હેજી ...ઢોલીડાવગડાવોઆજતોરણબંધાવો
    હે જી ...ઢોલીડા વગડાવો આજ તોરણ બંધાવો
    હે આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
    આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
    આંગણીયા સજાવો આજ તોરણ બંધાવો
  • https://www.youtube.com/watch?v=wQUH26vFA6s&list=RDwQUH26vFA6s&start_radio=1

૮. જાન આગમન...

ગુંજે શરણાઈયું ઢોલ ત્રાંબાળું વાગે

 

ગૂંજે શરણાઈ ઢોલ ત્રાંબાળવાગે,

ગામની શેરીઓ ગાજે

કે આવ્યો રૂડો વરરાજીયો.

 

રૂડો રૂપાળો છેલ રૂડો રૂપાળો,

લાડકડો લટકાળો કે આવ્યો

રૂડો વરરાજીયો....

  

હે… ઘોડે ચડીને જુઓ આવ્યો છબિલો

હે.હે.હે.કામણગારો કાન કુંવર કોડિલો

જો જો નજર નવ લાગે કે આવ્યો

રૂડો વરરાજીયો....

 

હે... મેવાસી મોળિયો, મોતી મઢેલો

હે..હે..હે.કંઠે છે હારલો હીરલે જડેલો

પેટે કટાર ઝૂલે આજ કે આવ્યો,રૂડો વરરાજીયો....

https://www.youtube.com/watch?v=_1YXVCT7IME&list=RD_1YXVCT7IME&start_radio=1

૯. જાન આગમન...

બોલ્યા બોલ્યા નંદનવનના મોર

  • બોલ્યા બોલ્યા નંદન વનના મોર, (2)
    આ બપૈયા એ કીધારે વરના વધામણા રે લોલ, (2)
    બોલ્યા બોલ્યા....

    ઝબકી રે લાલમ લાલ પાઘ, (2)
    આ જાનડીયુએ ઓઢીરે ભાતીગર ચુંદડી રે લોલ, (2)
    બોલ્યા બોલ્યા...

    આવી આવી મોટા ઘરની જાન, (2)
    આ જાનમાં પધાર્યા રે મોટા મોટા માનવી રે લોલ, (2)
    બોલ્યા બોલ્યા..

https://www.youtube.com/watch?v=Ffjo7kCnm0E&list=RDFfjo7kCnm0E&start_radio=1

૧૦. વર આગમન...

કેસરીઓ જાન લાવ્યો જાન લાવ્યો

  • કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…
    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે…

    જાનમાં તો આવ્યા મુનશી, માંડવે મૂકાવો ખુરશી,
    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
  • જાનમાંતોઆવ્યામોટા, જળ ભરી લાવો લોટા.
    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
  • જાનણીએ પે’ર્યા અમ્મર, માંડવામાં નથી ઝુમ્મર,
    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
  • જાનમાં તો આવ્યા પારસી, માંડવે મૂકાવો આરસી,
    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.
  • જાનમાં તો આવ્યા સિધ્ધી, સિધ્ધી દેખી વેવણ બીધી,
    કેસરિયો જાન લાવ્યો જાન લાવ્યો રે.

૧૧. ફટાણાં...

જાન જોડી આવ્યા. ગોર કરો રે ઉતાવળ

 

જાન જોડી આવ્યા શું ઘાટ ઘડાવી લાવ્યા

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

ઝાંઝરી ની જોડી મારી બેને નાંખી તોડી

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

 

તમે જૂની લાવ્યા સાડી હવે લાજો વરની માડી

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

 

તમે જૂની લાવ્યા સાડી હવે લાજો વરની માડી

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

જાન જોડી આવ્યા શું ઘાટ ઘડાવી લાવ્યા

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

મારા વેવાઈ લટકણીયા લેતા આવજો

 

ગોર કરો રે ઉતાવળ ગોર સટપટીયા

હે ગોરને માથે મોટુ ટીલુ ગોર સટપટીયા

ગોરની ફળીયા જેવી ફાંદ ગોર સટપટીયા

ગોર કરો રે ઉતાવળ ગોર સટપટીયા

ગોરને નળીયા જેવુ નાક ગોર સટપટીયા

ગોરના સુપડાં જેવા કાન ગોર સટપટીયા

ગોરના ડુંગળી જેવા ડોળા ગોર સટપટીયા

 

ગોર કરો રે ઉતાવળ ગોર સટપટીયા

ગોરના ધોકા જેવા હાથ ગોર સટપટીયા

ગોરના હાથી જેવા પગ ગોર સટપટીયા

હે ગોરને માથે મોટી ચોટલી ગોર સટપટીયા

ગોર કરો રે ઉતાવળ ગોર સટપટીયા

 

બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે જો

બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે જો

રે અણવર ને કોણ સમજાવે, ફોગટ ફાંફા મારે જો

ઈ રે અણવર ને કોણ સમજાવે

બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે જો

બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે જો

 

ઝભ્ભો ચુડીદાર ઉછીનો લાયો મોજડી ભાડે લાયો જો

ઝભ્ભો ચુડીદાર ઉછીનો લાયો મોજડી ભાડે લાયો જો

હાય રે હેલો કરે એ સૌને

હાય રે હેલો કરે એ સૌને, ખોટે ખોટા દાંત કાઢે જો

બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે જો

બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે જો

 

કામ હોય કે ના હોય તોય વચમાં અમથે અમથો ઘુસતો જો

કામ હોય કે ના હોય તોય વચમાં અમથે અમથો ઘુસતો જો

પરણી જાશે લાડો પછી તો

પરણી જાશે લાડો પછી તો, ભાવ નહી તારો પુછશે જો

બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે

જો બની ઠની ને વર પછવાડે અણવર આંટા મારે જો

https://www.youtube.com/watch?v=OwFNeBZMHTg&list=RDOwFNeBZMHTg&start_radio=1

૧૨. કન્યાઆગમ

ઓઢી નવરંગ ચુંદડી

  • ઓઢી નવરંગ ચુંદડી ...
    ઓઢી નવરંગ ચુંદડી
    પાયે ઝાંઝરનો ઝણકાર પાયે ઝાંઝરનો ઝણકાર
    માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
    ઓઢી નવરંગ ચુંદડી ...
  • બેનીએસાડીપેહરીછેસવાલાખની
    બેનીએ સેલુ પહેરીયું છે મોંઘા મુલનું
    તોય બેનીને પાનેતરનો શોખ
    બેનીને પાનેતરનો શોખ
    માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
    ઓઢી નવરંગ ચુંદડી ...
  • બેનીનું પિયરિયું છે ઉંચા કુળનું
    બેનીનું મોસાળિયું છે મોંઘા મુલનું
    તોય બેનીને સાસરિયાનો શોખ
    બેનીને સાસરિયાનો શોખ
    માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
    ઓઢી નવરંગ ચુંદડી ...
  • ઓઢી નવરંગ ચુંદડી
    પાયે ઝાંઝરનો ઝણકાર પાયે ઝાંઝરનો ઝણકાર
    માયરામાં આવે મલકતાં મલકતાં મલકતાં
    ઓઢી નવરંગ ચુંદડી ...
    મલપતાં  

૧૩. ખુશીનો માહોલ

આજ વગડાવો વગડાવો

  • આજ વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ
    હે શરણાયું ને ઢોલ નગારા, શરણાયું ને ઢોલ.
  • આજ અજવાળી અજવાળી રૂડી રાતડી રે,
    સખી, રઢિયાળી રઢિયાળી કહો વાતડી રે;
    મને આંખડીમાં દીધાં ખુલ્લા જન્મોનાં કોડ,
    વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o.
  • આજ નાચે રે ઉમંગ અંગ અંગમાં રે.
    હું કે ‘દી રંગાણી એના રંગમાં રે..
    હું તો બંધાણી સખી એની નજર્યું ને દોર..
    વગડાવો વગડાવો રૂડાં શરણાયું ને ઢોલ… આજ o
  • https://www.youtube.com/watch?v=KltiqgP6idA&list=RDKltiqgP6idA&start_radio=1

૧૪. હસ્તમેળાપ

ઢોલ ધબક્યા ને વરકન્યાના હાથ મળ્યા

  • ઢોલ ઢમક્યા ને વરવહુના હાથ મળ્યા
    વાજા વાગ્યા ને વરવહુના હાથ મળ્યા
    હૈયાં હરખ્યા ને વરવહુના હાથ મળ્યા
    પ્રેમે નીરખ્યા ને વરવહુના હાથ મળ્યા
    જાણે ઈશ્વર ને પારવતી સાથ મળ્યા
  • જેમ નદી ને સરવરના જળ મળ્યા
    એમ વર ને કન્યાના હાથ મળ્યા
    જેમ દૂધમાં જાય સાકર ભળી
    એમ વર ને કન્યાની જોડ મળી
    જેમ શોભે લહેરો સાગરમાં
    એમ શોભે વર-કન્યા માયરામાં
    જેમ ઈન્દ્ર - ઈન્દ્રાણીની જોડ ઠરી
    એમ વર ને કન્યાની જોડ મળી
    https://www.youtube.com/watch?v=qCb-bKdMV1U&list=RDqCb-bKdMV1U&start_radio=1

૧૫. આશીર્વાદ

આ વર-કન્યાનું સુંદર જોડુ

  • આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!

આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!

જ્યારે પારવતીએ તપ ધરિયાં ત્યારે શંકર સરખા સ્વામી મળ્યાં,

જ્યારે બેનીબાએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં,

  • આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો!

જ્યારે સીતાજીએ તપ ધરિયાં ત્યારે રામજી સરખા સ્વામી મળ્યાં,

જ્યારે લાડકડીએ તપ ધરિયાં ત્યારે ગુણિયલ રૂડા સ્વામી મળ્યાં,

આ વર-કન્યાનું સુંદર જોડું અહો પ્રભુજી અમર રહો! અહો પ્રભુજી અમર રહો!

https://www.youtube.com/watch?v=sJ_dMoYhQrA&list=RDsJ_dMoYhQrA&start_radio=1

 

૧૬. કન્યાદાન

કોઈ આપે સોનાના દાન

  • કોઇ આપે સોના દાન,
    કોઇ આપે રૂપા દાન,
    કોઇ આપે દિકરીના દાન,
    જતન કરી સાચવજો,
    હે જતન કરી સાચવજો,
  • હે અમારે તો…
    અમારે ……….. ભાઇ (પિતા) હૈયાના ભોળા
    અમારે ……….. બેન (માતા) મનડાના ભોળા
    એણે દઇ દિધા દિકરીના દાન,
    જતન કરી સાચવજો,
  • અમારે તો….
    અમારે ……….ભાઇ (કાકા) મનડા ભોળા
    અમારે ………..બેન (કાકી) હૈયાના ભોળા
    એણે દઇ દિધા ભત્રીજીનાં દાન,
    જતન કરીસાચવજો,
    હે જતન કરી સાચવજો
  • અમારે તો
    અમારે ……..ભાઇ (મામા) હૈયાના ભોળા
    અમારે ……..બેન (મામી) મનડા ભોળા
    એણે દઇ દિધા ભાણેજ ના દાન,
    જતન કરી સાચવજો,
    હે જતન કરી સાચવજો
  • અમારે તો…
    અમારે ……ભાઇ (ભાઇ) મનડા ભોળા
    અમારે ……બેન (ભાભી) હૈયાના ભોળા
    એણે દઇ દિધા બેનીબા ના દાન,
    જતન કરી સાચવજો…
  • https://www.youtube.com/watch?v=OkRTKPzuqLI&list=RDOkRTKPzuqLI&start_radio=1

૧૭. મંગળ ફેરા

પહેલું પહેલું મંગળીયુ વર્તાય રે

  • પહેલું પહેલું મંગળિયું વરતાય રે,
    પહેલે મંગળ ગાયોનાં દાન દેવાય રે,
    અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે,
    સૌને હૈયે આનંદ અતિ ઉભરાય રે.
  • બીજુંબીજુંમંગળિયુંવરતાયરે,
    બીજે મંગળ રૂપાંનાં દાન દેવાય રે,
    માંડવડામાં મંગળગીતો ગવાય રે,
    શુભદિન આજે શુકનનો કહેવાય રે.
  • અગ્નિદેવીનીસાક્ષીએફેરાફરાયરે
    સૌને હૈયે આનંદ અતિ ઊભરાય રે
  • ત્રીજું ત્રીજું મંગળિયું વરતાય રે,
    ત્રીજે મંગળ સોનાંનાં દાન દેવાય રે,
    ફૂલડાં કેરી ફોરમ બધે પ્રસરાય રે,
    બન્ને પક્ષે આનંદ અતિ ઉભરાય રે.
  • ચોથું ચોથું મંગળિયું વરતાય રે,
    ચોથે મંગળ કન્યાનાં દાન દેવાય રે,
    અગ્નિદેવીની સાક્ષીએ ફેરા ફરાય રે,
    માંડવડામાં મંગળગીતો ગવાય રે…
  • https://www.youtube.com/watch?v=SbKBeGIfgbI&list=RDSbKBeGIfgbI&start_radio=1

૧૮. સાજન મહાજન

નાણાંવટી રે સાજન બેઠું માંડવે

  • નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

  • જેવા ભરી સભાના રાજા

એવા જીગરભાઈના દાદા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

  • જેવા ગુલાબ કેરા ગોટા

એવા જીગરભાઈના પિતા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

  • જેવી ફૂલડિયાંની વાડી

એવી જીગરભાઈની માડી

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

  • જેવા અતલસના તાકા

એવા જીગરભાઈના કાકા

  • નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

  • જેવા લીલુડાં વનના આંબા

એવા જીગરભાઈના મામા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

  • જેવા હાર કેરા હીરા

એવા જીગરભાઈના વીરા

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

  • જેવી ફૂલડિયાંની વેલી

એવી જીગરભાઈની બેની

નાણાવટી રે સાજન બેઠું માંડવે

લાખોપતિ રે સાજન બેઠું માંડવે

https://www.youtube.com/watch?v=4EZnvMh3gPQ&list=RD4EZnvMh3gPQ&start_radio=1

૧૯. કંસાર

લાડો લાડી જમે રે કંસાર

  • લાડોલાડીજમેરેકંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
    લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
  • નાખેમહીંઘીકેરીધાર, સંસાર પાયો ગળ્યો લાગે રે
    લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
  • સાસુજી શુભ સજી શણગાર, પીરસવાને આવિયાં રે
    ભીની વડી સાકર તૈયાર, ઝારી ભરીને લાવિયાં રે
  • પીરસતાં મન મલકાય, આનંદ અંગ અંગમાં રે
    ભેગા બેસી જમે વરકન્યાય અધિક ઊંચા રંગમાં રે
  • પાસે બેઠી સૈયરો બે-ચાર તપાસ રાખે તે તણી રે
    રત્ને જડ્યો બાજોઠ વિશાળ મૂકે છે મુખ આગળ રે
  • લાડો લાડી જમે રે કંસાર, આનંદ આજ અતિઘણો રે
    લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
    લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે
  • https://www.youtube.com/watch?v=vuM8icHhiZw&list=RDvuM8icHhiZw&start_radio=1
     

૨૦. સૌભાગ્ય આશીર્વાદ

તને સાચવે પાર્વતી અખંડ સૌભાગ્યવતી

  • માના ખોળા સમું આંગણું તે મૂક્યું,

બાપના મન સમું બારણું તે મૂક્યું,

તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી,

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી.

  • ભગવાનને આજ ભળાવી દીધી,

વિશ્વાસ કરીને વળાવી દીધી,

તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી,

તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.

  • તૂંતો સ્મિત કરે ને ફૂલ ખીલે,

તારી આંખના આંસૂને મોતી ઝીલે,

તું જીવાડતી ને જીવતી અખંડ સૌભાગ્યવતી.

  • તારી પ્રિતીએ પૂજાનું રૂપ ધર્યુ,

ઘરને એક મંદિર તેંજ કર્યુ,

એમાં તુંજ બની મૂરતી અખંડ સૌભાગ્યવતી.

તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી.

https://www.youtube.com/watch?v=PlxAiLPZrAY&list=RDPlxAiLPZrAY&start_radio=1

 

૨૧. વિદાયગીત

આવી રૂડી આંબલિયાની ડાળ

  • આવીરુડીઆંબલીયાનીડાળ

હીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજ

હીંચકો રે બાંધ્યો હીર નો રે મારા રાજ

હે….દાદા તમારે

  • દાદા તમારે દેવું હોય તે દેજો

છેટા ની વાટે મારે હાલવુ રે હે મારા રાજ

છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ

હે…દાદા એ દીધા

દાદા એ દીધા કાળજડાના દાન

દીકરી ને સાસરે વળાવિયા રે મારા રાજ

  • મામા તમારે દેવું હો તે દેજો

છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ

છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ

હે…મામા એ દીધા

મામા એ દીધા મોશાળ ના દાન

દીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજ

  • બાપાતમારેદેવુંહોયતેદેજો

છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ

છેટા ની વાટે મારે હાલવુ રે મારા રાજ

હે…બાપા એ દીધા

  • બાપા એ દીધા વેલણિયું ના દાન

દીકરી ને સાસરે વળાવિયા રે હે મારા રાજ

https://www.youtube.com/watch?v=uWl-tO9RqMg&list=RDuWl-tO9RqMg&start_radio=1

કોયલ ઊડી રે ગઈ પગલા પડી રે રહ્યા

  • કોયલઉડીરેગઈનેપગલાંપડીરેરહ્યાં
    સુનાસરવરનેસૂનુઆમ્બલિયું
    એનાપાંદડેપાંદડારડીરેરહ્યાં
  • આયખુંવેઠીનેપાનપીળુંરેથયું
    માડીનીઆંખોમાંઆન્સુનારહ્યું
    વનનુપિયરીયુંસૂનુરેપડ્યું
    એનાટહુકાહવેનાજડીરેરહ્યાં
  • સહિયરનીઆંખોમાવેદનાનીવાણી
    સહિયરનીઆંખલડીકહેતીરેકહાણી
    એકઆંખેફાગણનેએકઆંખેશ્રાવણ
    જોનેવિજોગનાવાદળાચડીરેરહ્યાં
  • ઝાંછોરેતાપમારીદીકરીનાસાંખે
    હળવેથીવેલડુહાંકજોરેભાઈ
    એનેવાટ્યુનાકાંકરાનડીરેરહ્યાં
Published: 13 Jan, 2026
Advertisement 1
Advertisement 2
Advertisement Mobile 1
Advertisement Mobile 2

Please Rotate Your Device To Portrait Mode